જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨૪૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય |
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો |
૧૨/૨૦૨૧-૨૨ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) | તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) | સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ |
તા.૧૬-૦૧-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી To તા.૨૯-૦૧-૨૦૨૩ સવારે ૧૧-૦૦ કલાક સુધી |
અગત્યની સુચના :
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
- જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત | અહી ક્લિક કરો |
નવી તારીખ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |